ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ના વિજેતા સાથે કર્યો સંવાદ - /pm-modi-to-interact-with-winners-of-rashtriya-bal-puraskar-2020-today

Pm મોદીએ આજે  ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં વડાપ્રધાને બાળકોને પ્રોત્સાહિત કરી તેમની જીતને અદ્ભુત ગણાવી હતી.

pm modi
pm modi

By

Published : Jan 24, 2020, 1:10 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ના વિજેતા સાથે સંવાદ કર્યો હતો. જેમાં વડાપ્રધાને બાળકો સાથે વાતચીત કરી હતી. તેમજ બાળકોના કાર્યોના વખાણ કરીને તેમની જીતની સરાહના કરી હતી.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતુ કે, " થોડીવાર પહેલા જ્યારે તમારો પરિચય થઈ રહ્યો હતો, ત્યારે હું તમને જોઈને દંગ હતો કે, તમે લોકોએ આટલી નાની ઉંમરમાં વિવિધ ક્ષેત્રોમાં કેવા અદ્ભુત પ્રયાસ કર્યા છે."

PM મોદીના સંબોધનના મહત્વના અંશ....

  • હું જ્યારે યુવા સાથીઓના સાહસિક કાર્યો વિશે સાંભળું છું, ત્યારે મને પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોમાં છૂપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે આ પ્રકારના રાષ્ટ્રીય પુરસ્કારોને વધારવામાં આવ્યાં છે.
  • તમારી ઉંમર ભલે નાની હોય પણ તમે લોકોએ જે કામ કર્યુ છે. તે વાત કરવાની તો છોડો, તેનો માત્ર વિચાર કરવામાં લોકોને પરસેવો છુટી જાય છે.
  • મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, "કર્તવ્યનું મહત્વ. મોટાભાગે આપણે બધા અધિકારોને વધુ મહત્વ આપીએ છીએ. પણ સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યને મહત્વ આપતા નથી. પણ તમને જોઈને મને ગર્વ થાય છે. કારણ કે, તમારામાં મને તે કર્તવ્યનિષ્ઠાની ભાવના જોવા મળી છે. તે જોઈને હું ગર્વ અનુભવું છું."
  • આટલી નાની ઉંમર તમે લોકોએ જે રીતે વિવિધ ક્ષેત્રમાં પોતોની પ્રતિભા બતાવી છે. તે અદ્ભુત છે. તેનાથી પણ આગળ તમારે વધુ સારું કરવાની ભાવના જાગતી રાખવી પડશે. એક પ્રયત્નથી જીવનની નવી શરૂઆત થઈ શકે છે. જેમાં તમારે કઠીન પરિસ્થિતીમાં પસાર થઈને મુશ્કેલીઓનો સામનો કરીને સફળતાનો શિખર હાંસલ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ વિજેતાઓમાં જમ્મુ કાશ્મીર, મણિપુર અને અરુણાચલ પ્રદેશ સહિત વિભિન્ન રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના બાળકો સામેલ હતા. આ બાળકોમાં કલા-સંસ્કૃતિ, શિક્ષણ, સમાજિક, સેવા, રમત-ગમત અને બહાદુરી ક્ષેત્ર સહિતના વિભિન્ન ક્ષેત્રોના વિજેતા હતાં.

ભારત સરકાર બાળકોને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત સ્તંભ રૂપ જોવા માગે છે. બાળકોની મહત્વકાંક્ષાઓને ઉંડાણ આપવી જોઈએ. તેમની ઉપલબ્ધિઓને સન્માન આપવું જોઈએ. કારણ કે, તેનાથી બાળકોને આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે.

ABOUT THE AUTHOR

...view details