વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની વિભિન્ન સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે.
PM મોદી વારાણસીના સામાજિક કાર્યકરો સાથે ઓનલાઈન સંવાદ કરશે - વારાણસી લોકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની વિભિન્ન સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે.
આ સંવાદ દરમિયાન પીએમ મોદી લોકડાઉનમાં સંસ્થાઓએ કરેલા સામાજિક કાર્યનો અનુભવો અંગે જાણકારી મેળવશે. જિલ્લા પ્રશાસન અનુસાર, લોકડાઉન દરમિયાન કાશીમાં જરૂરિયામંદ અને ગરીબ લોકોને ભોજન પુરૂ પાડવા સંસ્થાઓએ સારો સહયોગ આપ્યો છે.
અલગ અલગ ક્ષેત્રની 100 કરતા પણ વધારે સંસ્થાઓએ પોતાના દ્વારા અને જિલ્લા પ્રશાસન દ્વારા ફુડ સેલના માધ્યમથી લોકડાઉનમાં લગભગ 20 લાખ ફુડ પેકેટ્સ તથા બે લાખ રાશન કિટનું વિતરણ કર્યુ છે. આ સાથે જ સંસ્થાઓએ માસ્ક અને સેનિટાઈઝર જેવી સુરક્ષાત્મક વસ્તુઓ પણ લોકો સુધી પહોંચાડી છે.