ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાંસદોને અપાશે નવા ફ્લેટ, પીએમ મોદી આજે બહુમાળી બિલ્ડિંગનું કરશે ઉદ્ધઘાટન - પીએમઓ

સંસદ સભ્યો માટે ડૉ.બીડી માર્ગ પર બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ધઘાટન કરશે.

પીએમ મોદી આજે બહુમાળી બિલ્ડિંગનું ઉદ્ધઘાટન કરશે ઉદ્ધઘાટન
પીએમ મોદી આજે બહુમાળી બિલ્ડિંગનું ઉદ્ધઘાટન કરશે ઉદ્ધઘાટન

By

Published : Nov 23, 2020, 10:47 AM IST

  • સંસદ સભ્યો માટે ડૉ. બીડી માર્ગ પર બનાવવામાં આવી છે બહુમાળી
  • બહુમાળી બિલ્ડિંગનું વડાપ્રધાન કરશે ઉદ્ધઘાટન
  • સાંસદોને મળશે નવા ફ્લેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંસદ સભ્યો માટે બનાવવામાં આવેલા બહુમાળી ફ્લેટોનું ઉદ્ધઘાટન કરશે. વડા પ્રધાન કાર્યાલયે (પીએમઓ) શનિવારે કહ્યું હતું કે, આ ફ્લેટ્સ રાજધાનીમાં ડૉ.બીડી માર્ગ પર બનાવવામાં આવ્યા છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉદ્ધઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

8 જૂના બંગલોમાં કે, જે 80 વર્ષથી પણ વધુ જૂના બંગલો છે, તેમાં આ 76 ફ્લેટોના નિર્માણ માટે પુનર્વિકાસ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયના (પીએમઓ) જણાવ્યા અનુસાર, કોવિડ -19 ની અસર હોવા છતાં, આ ફ્લેટોનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. જેમાં મંજૂરી ખર્ચથી લગભગ 14 ટકા બચતની સાથે તેમજ વધુ સમય લીધા વિના આ ફ્લેટોનું નિર્માણ કામ પુરૂં કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પર આ ઉદ્ધઘાટન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details