નવી દિલ્હીઃ પાંચ વર્ષ પહેલા 15 જૂલાઇના જ દિવસે કૌશલ ભારત મિશનની શરુઆત થઇ હતી. જે બાદમાં આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર પાસેથી માન્યતા મળી અને તેને વર્લ્ડ યુથ સ્કિલ ડે (WYSD) ના રુપે ઉજવવામાં આવે છે. આ અવસરે વડા પ્રધાન મોદી વર્લ્ડ યુથ સ્કિલ ડે પર ડિજિટલ કોનક્લેવના આયોજનને સંબોધિત કર્યું હતું.
મુદ્દાવાર વાંચો પીએમ મોદીની વાતો
- યુવાઓની સૌથી મોટી તાકાત સ્કિલ
- સ્કિલનો અર્થ નવી આવડત શીખો
- કોરોનાના આ સંકટે વિશ્વ સંસ્કૃતિની સાથે જ રોજગારની પ્રકૃતિને પણ બદલી છે
- બદલાતી નિત્ય નૂતન પ્રૌદ્યોગિકીએ પણ તેના પર પ્રભાવ પેદા કર્યો છે
- પ્રાસંગિક બન્યા રહેવાનો મંત્ર છે- સ્કિલ, રી-સ્કિલ અને અપ-સ્કિલ
- સ્કિલ પ્રતિ જો તમે આકર્ષણ નહીં હોય, કંઇક નવું શીખવાની ભાવના નહીં હોય તો જીવન થંભી જાય છે
- એક પ્રકારે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને, પોતાના વ્યક્તિત્વનો જ ભાર બનાવે છે
- જ્ઞાન અને સ્કિલ વચ્ચે અંતર છે
- પોતાની ઉંમર કરતા નવી સ્કિલ શીખવા પોતાના જીવનને ઉત્સાહ અને ઉર્જાથી ભરી દે છે
વધુમાં જણાવીએ તો કૌશલ ભારત કેન્દ્ર સરકારની એક પહેલ છે, જે યુવાઓના કૌશલની સાથે સશક્ત બનાવવા માટે શરુ કરવામાં આવી હતી. જે તેમણે પોતાના કામમાં અધિક રોજગાર આપે છે.