ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી આજે 'સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન'ના ભવ્ય સમાપનને સંબોધન કરશે - ગ્રાન્ડ ફિનાલે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા 'સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન'ના ભવ્ય સમાપનને સંબોધન કરશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરશે.

PM Modi
પીએમ મોદી

By

Published : Aug 1, 2020, 7:05 AM IST

નવી દીલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન'ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કરશે. તેમજ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આપણા દેશમાં પડકારોને દૂર કરવા નવી અને ડિજિટલ તકનીકને ઓળખવાની એક પહેલ છે.

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017ના પહેલાં સંસ્કરણમાં 42,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંખ્યા 2018માં વધીને 1 લાખ અને 2019માં વધીને 2 લાખ થઇ હતી.

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020 ના પહેલા રાઉન્ડમાં સાડા ચાર લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે 10,000 થી વધુ વિદ્યાર્થીઓ હશે, જે કેન્દ્ર સરકારના 37 વિભાગ, 17 રાજ્ય સરકારો અને 20 ઉદ્યોગોની 243 સમસ્યાઓના નિરાકરણ માટે સ્પર્ધા કરશે.

ABOUT THE AUTHOR

...view details