વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં ખુલાસો કર્યો કે, કેટલાક લોકો મને એક વાત પશ્ન પૂછી રહ્યા છે કે. મોદીજી તમે હિન્દી બોલી રહ્યા હતા. અને બ્રેયલ ગ્રિલ્સને હિન્દી નથી આવડતી. તો તમારી બંને વચ્ચે એપિસોડમાં વાત કેવી રીતે થઈ?
Man Vs Wild: બેયર ગ્રિલ્સ સાથે રિમોટ ટ્રાન્સલેટરની મદદથી હિન્દીમાં વાતચીત કરતા વડાપ્રધાન મોદી - બેયર ગ્રિલ્સ
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ રવિવારે ખુલાસો કર્યો હતો કે, Man Vs Wildના એપિસોડના શૂટિંગ દરમિયાન રિમોટ ટ્રાન્સલેટરની મદદથી બેયર ગ્રિલ્સની સાથે વાત કરવું સરળ બન્યું હતું. કરોડો દર્શકો એ વિચારી રહ્યા હતા કે, ગ્રિલ્સ હિન્દીમાં બોલી રહેલા વડાપ્રધાન મોદીની સાથે સરળતાની વાતચીત કેવી રીતે કરી શક્યાં ?
મોદીએ કહ્યું કે, તેમાં કોઈ રહસ્ય નથી. બેયર ગ્રિલ્સની સાથે મારી વાતચીતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે હું કંઈ બોલીશ તો, થોડી જ વારમાં અનુવાદ ઈંગ્લિશમાં થઈ જશે. સાથે તેમના કાન પર લાગેલા એક ડિવાઈસની મદદથી તેનું અનુવાદ ટ્રાન્સમિટ થઈને તેમના સુધી પહોંચી જતો હતો. જેથી અમારી વાતચીતને સરળ બનાવી દીધી.
ઉલ્લેખનીય છે કે, ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થનાર આ એપિસોડને 36.9 લાખ ઇંપ્રેશનની સાથે સૌથી વધારે રેટિંગ નોંધાવી હતી. ઇંપ્રેશન એક મીટ્રિક છે જે રિકોર્ડ કરે છે કે, કેટલા દર્શકોએ એપિસોડને જોઓ અને કેટલો સમય આપ્યો.