વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બ્રિટિશ શાસન અને આઝાદી બાદ દેશના ઈતિહાસ વિશે જે ઈતિહાસકારોએ લખ્યું, તેમાં તેઓએ મહત્ત્વપૂર્ણ પાસાઓને અવગણી છે, જેથી એવુ ફલિત થાય છે કે તે સમયે જાણે ભારતના લોકોનું અસ્તિત્વ જ નહોતુ.
મોદીએ શનિવારે કહ્યું, કેટલાક લોકો બહારથી આવ્યા અને પોતાના સિંહાસન માટે પોતાના જ સંબંધીઓ, ભાઈઓને મારી નાખ્યાં. આ અમારો ઈતિહાસ નથી. આ ખુદ ગુરૂદેવે કહ્યું હતુ. તેઓએ કહ્યું હતુ કે ઈતિહાસમાં તેનો ઉલ્લેખ નથી કે ત્યારે દેશના લોકો શું કરતા હતા. શું તેમનું અસ્તિત્વ જ નહોતું.
રવિન્દ્રનાથ ટાગોરને ટાંકતા વડાપ્રધાને કહ્યું કે, ભારતનો ઈતિહાસ એ નથી જે આપણે યાદ કરીએ છે અને પરીક્ષામાં લખીએ છીએ. આપણે જોયુ છે કે પુત્રએ પિતાની હત્યા કરી નાખી અને ભાઈ અંદરોઅંદર લડી રહ્યા છે. આ ભારતનો ઈતિહાસ નથી. જ્યારે તોફાન જેવો મુશ્કેલી ભર્યો સમય આવે છે, તો આપણે મક્કમતાથી તેની સામે લડવુ જોઈએ. પરંતુ, જે લોકો તેને બહારથી જોવે છે તે ફક્ત તોફાન જોવે છે.