નવી દિલ્હી: કોરોના વાયરસ ધીમે-ધીમે ભારત ફેલાઈ રહ્યો છે. આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વખતે હોળીમાં કોઈપણ કાર્યક્રમમાં હાજરી નહીં આપું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દુનિયાના નિષ્ણાતો COVID-19 કોરોના વાયરસ ફેલાવવાના બચવા માટે સામૂહિક સમારોહને ઓછા કરવાની સલાહ આપી છે. વડાપ્રધાને આ વર્ષે નિર્ણય કર્યો કે, હોળી પર કોઈપણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.
ભારતમાં કોરોના વાયરસના 6 કેસ સામે આવ્યાં છે. જેમાં રાજધાની દિલ્હીમાં 1, તેલંગણામાં 3 કેસ સામે આવ્યાં છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં પણ 1 કેસ નોંધાયો છે. રાજસ્થાનના જયપુરમાં એક કોરોના પ્રોઝિટીવ કેસ નોંધાયો છે. આડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ 1-1 કેસ સામે આવ્યાં છે.