કલકત્તામાં બ્રિગેડ મેદાનમાં મોદીના ભાષણના મહત્વના અંશો
વડાપ્રધાન મોદીનું બંગાળમાં સંબોધન જ્યારે હું દુનિયાદારી છોડી સપના જોવા આગળ વધી રહ્યો હતો ત્યારે આ જ બંગાળની ઘરતીએ મને દેશની સેવા કરવા આગળ આવવાનો આદેશ આપ્યો હતો.
મોદીએ અહીં કહ્યું હતું કે, જો ઘર અને શૌચાલય બનાવવું ગુનો છે તો હા મેં ગુનો કર્યો છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને પણ વખોડતા કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિશ્વાસઘાતપત્ર છે તેનાથી છેતરાશો નહીં. જનતાએ કોંગ્રેસને પહેલાથી જાકારો આપી દીધો છે.
સત્તાના ભૂખ્યા લોકો હવે અલગાવવાદ અને આતંકવાદના સમર્થનમાં આવી રહ્યા છે. જ્યારે હું કોંગ્રેસ પર આરોપ લગાવું છો તો તૃણમુલ પણ એટલું જ પાપમાં ભાગીદાર છે.
કોંગ્રેસ અને દેશની સુરક્ષા વચ્ચે હું એક મજબૂત દિવાલ બનીને ઊભો છું. કોંગ્રેસના ષડયંત્રને મોદી ક્યારેય સફળ થવા નહીં દે.
કોંગ્રેસે આતંકવાદની સામે હંમેશા માથા ઝુકાવ્યું છે, મોદી એવું નહી કરે.
સર્જિકલ સ્ટ્રાઈક હોય કે, એયર સ્ટ્રાઈક કે પછી અંતરીક્ષ આજે દેશ દરેક દિશામાં મહાશક્તિ બની રહ્યો છે તથા દુનિયા ભારત પર ગર્વ કરી રહ્યું છે.
મોદીએ એમ પણ કહ્યું કે, સેનાનું મનોબળ કોણ તોડી રહ્યું હતું, સબૂતો કોણ માંગી રહ્યું હતું. એયર સ્ટ્રાઈક પર કોણ પૂરાવા માંગી રહ્યું હતું.
બંગાળના ખૂણે ખૂણે ચોકીદારો ઊભા છે અમને જે શક્તિ મળી છે એટલા માટે જ આજે હું તમારી સામે નમ્રતા પૂર્વક પોતાનો રિપોર્ટ કાર્ડ લઈ આવ્યો છું.