ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિપક્ષ પોતાની હારનો ટોપલો EVMને પહેરાવે છે: વડાપ્રધાન મોદી

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, આ લહેર નહી લલકાર છે, હવે તો વિરોધીઓ પણ બોલવા લાગ્યા છે કે 'ફરી એક વાર....!' PM મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતાં કહ્યું કે, 300થી વધારે બેઠકો પર મતદાન થઈ ચુક્યુ છે. હવે વિરોધી હારનો સ્વીકાર કરે!

ians

By

Published : Apr 24, 2019, 3:23 PM IST

ઝારખંડમાં PM મોદીએ કહ્યું કે "જે રીતે પરીક્ષામાં નાપાસ થતાં બાળકો પેન, પેપર અને બેંચનુ બહાનું કાઢે છે એવી જ રીતે વિપક્ષ પોતાની હારનો ટોપલો EVM ને પહેરાવે છે. મોદીની નીંદા કરનારા અને અપશબ્દો બોલનારા હવે EVMની નીંદા કરે છે. બિચારી મશીનના નસીબમાં પણ વિપક્ષોના અપશબ્દો સાંભળવાનું લખ્યું છે. વિપક્ષે પાતાની હારનો ટોપલો EVMને પહેરાવવાનું શરૂ કરી દીધુ છે."

વધુમાં PM મોદીએ કહ્યું કે, 'ભાજપ અને NDA સરકારના પ્રયત્નોના કારણે જ દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં ઘટાડો થયો છે. જેનું પરિણામ ઝારખંડમાં પણ જોવા મળી રહ્યું છે, અને હવે સ્થિતિ હવે બદલાઈ રહી છે."

વિપક્ષ પર તીક્ષ્ણ પ્રહારો કરતાં કહ્યું કે,"આ લોકો આપણા વીરજવાનો પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. અમારા વિરોધીઓ કહે છે કે, પાકિસ્તાનમાં હુમલો થયો તેની સાબિતી આપો, તો જ અમે માનીશું કે પાકિસ્તાનમાં આતંકીઓ પર હુમલો થયો છે. આ પ્રકારના સવાલો ઉભા કરી વિપક્ષ આપણા દેશના વીર જવાનોની નિયત પર, તેના પરાક્રમ પર શંકા કરી રહ્યાં છે."

અહીં નોંધનીય છે કે, ઝારખંડમાં મતદાન ચોથા તબક્કામાં થવાનું છે. ચોથા તબક્કાનુ મતદાન 29 એપ્રિલે રાજ્યની ત્રણ બેઠકો ચતરા, લોહારદગા અને પલામુમાં યોજાશે.

ABOUT THE AUTHOR

...view details