વધુમાં વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ દેશ સાથે છે કે દેશદ્રોહીઓ સાથે જવાબ આપે. કોંગ્રેસે દેશને ગાળો આપનારા માટે પણ એક યોજના બનાવી છે. ભારત તેરે ટુકડે હોંગે, તિંરંગો સળગાવનારા, આંબેડકરની મૂર્તિયો તોડનારા લોકો સાથે કોંગ્રેસના સહાનુભૂતિ છે. જેને ભારતના સંવિધાન સાથે વિરોધ તેવા લોકો વિરુદ્ધ જે દેશદ્રોહનો કાયદો છે તેને ખતમ કરાવનું કામ કોંગ્રેસ કરવા જઈ રહી છે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિશ્વાસઘાત છે, જુઠ્ઠાણાની ભરમાર છે: વડાપ્રધાન મોદી - lok sabha election
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પર બરાબરના પ્રહારો કર્યા હતા. દરમિયાન મોદીએ અહીં પ્રચારમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વિશ્વાસઘાત કરનારું પત્ર તરીકે ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની માફક તેમનો ઢંઢેરો પણ જુઠ્ઠાણાઓથી ભરેલો છે.
વડાપ્રધાન મોદી
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રવાસમાં વિપક્ષી પાર્ટીઓ પર બરાબરના પ્રહારો કર્યા હતા.