વડાપ્રધાને અહીં જનસભાને સંબોધન કરતા કહ્યું કે, તમારા મતથી આ વખતે બે મહત્વના કામો થશે. તેમણે અહીં 'sun' અને 'son' નો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે, જે દિવસે તમે મત આપશો તે દિવસે આંધ્રનો સુર્યોદય થશે અને ભ્રષ્ટાચારનો ખાત્મો થશે.
આંધ્રમાં વડાપ્રધાન મોદીના ચંન્દ્રબાબૂ પર ચાબખા, 'sun' અને 'son'ની થિયરી આપી - chandrababu naidu
કુરનૂલ: લોકસભા ચૂંટણી અગાઉ પ્રચારમાં જોડાયેલા વડાપ્રધાન આજે આંધ્રપ્રદેશના કુરનૂલમાં પહોંચ્યા હતા. જ્યાં લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, તમારો મત આંધ્રપ્રદેશના વિકાસ માટે ડબલ એંન્જિન નક્કી કરશે. રાજ્ય તથા કેન્દ્રમાં ભાજપની સરકાર હશે.
આંધ્રમાં વડાપ્રધાન મોદીના ચંન્દ્રબાબૂ પર ચાબખા
વડાપ્રધાને અહીં ભાર દઈને કહ્યું હતું કે, આંધ્રમાં સુર્યોદય માટે 'son' set થવું જોઈએ. આંધ્ર માટે હું ઘણું બધું કરવા માંગું છું. પણ રાજ્ય સરકાર સહયોગ આપતી નથી. વડાપ્રધાને એવું પણ કહ્યું કે, આંધ્રમાં જેટલી યોજનાઓ છે તે તમારા ચોકીદારે આપી છે.