અમેરિકાની સાપ્તાહિક સમાચાર એજન્સી ટાઈમે પોતાની યાદીમાં ભારતના દૂરદર્શી નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ઉપરાંત, મુંબઈના સોહો હાઉસને પણ સામેલ કર્યું છે.
મોદીએ આ અંગે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટાઈમની 2019ના 100 શ્રેષ્ઠ સ્થાનની યાદીમાં જગ્યા મેળવી છે. થોડા દિવસ પહેલા, એક દિવસનો રેકોર્ડ 34000 લોકોએ આ સ્થળની મુલાકાત લીધી હતી. મને જણાવતા આનંદ થાય છે, હવે આ જગ્યા લોકપ્રિય સ્થળ તરીકે ઊભરી રહ્યું છે.