નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિવિધ તહેવારો માટે લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પ્રાર્થના કરી કે, દેશને આવનારા સમયમાં કોવિડ-19(કોરોના વાઈરસ)ના ફેલાવા સામે લડવા માટે શક્તિ પ્રદાન કરે. દેશમાં મોટા ભાગના લણણીને લગતા તહેવારો સોમવાર અને મંગળવારે ઉજવવામાં આવે છે.
PM મોદીએ લોકોને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી - લોકડાઉન
વડાપ્રધાન મોદીએ વિવિધ તહેવારો પર નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. જેમાં મોટે ભાગે પાકની લણણી સાથે સંબંધિત છે. જે 13 અને 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે અને પ્રાર્થના કરી કે દેશને નજીકના ભવિષ્યમાં કોવિડ-19 ની લડત સામે લડવાની શક્તિ મળશે.
PM મોદીએ લોકોને પાઠવી તહેવારોની શુભેચ્છાઓ
નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું છે, વિવિધ તહેવારો નિમિત્તે ભારતના લોકોને શુભેચ્છાઓ. આ તહેવારો ભારતમાં ભાઈચારોની ભાવનાને વધુ ગહન કરે છે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે, આ ઉત્સવો આનંદ અને સારા સ્વાસ્થ્ય લાવશે.
વડાપ્રધાને કહ્યું કે, આવનારા સમયમાં કોવિડ-19ના ફેલાવા સામે લડવા માટે આપણે વધુ શક્તિશાળી બનીશું.