ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરી વાત - ક્ષેત્રમાં શાંતિ

નવી દિલ્હીઃ પાકિસ્તાન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક નેતાઓ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં શાંતિ જોવા માંગતા નથી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી છે. જાણો સંપૂર્ણ વિગત..

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરી વાત

By

Published : Aug 20, 2019, 4:21 AM IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, દક્ષિણ એશિયાના કેટલાક નેતાઓ ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક નેતાઓ અતિશય નિવેદનો આપી રહ્યા છે અને તે આ ક્ષેત્રમાં શાંતિ જોવા માંગતા નથી.

PM મોદીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરી વાત

બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી વાતચીત થઈ હતી. વડા પ્રધાને કહ્યું કે, ભારત ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને ટ્રમ્પને આ વર્ષ જૂનના અંતમાં જી -20 કોન્ફરન્સ દરમિયાન યોજાયેલી વાતચીતની પણ યાદ અપાવી હતી. ઓસાકામાં તેમની દ્વિપક્ષીય ચર્ચાઓનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને આશા વ્યક્ત કરી કે, ભારતના વાણિજ્ય પ્રધાન અને અમેરિકા વેપાર પ્રતિનિધિ ટૂંક સમયમાં પરસ્પર લાભ માટે દ્વિપક્ષીય વેપારની સંભાવના અંગે ચર્ચા કરશે.

PM મોદીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરી વાત

પ્રાદેશિક પરિસ્થિતિ અંગે વડા પ્રધાને કહ્યું કે, કેટલાક નેતાઓ ભારત વિરોધી હિંસા અંગે નિવેદનો આપી રહ્યા છે, જે શાંતિ માટે અનુકૂળ નથી. વડાપ્રધાને હિંસા, આતંકવાદ અને સીમાપારની આતંકવાદી પ્રવૃત્તિઓથી મુક્ત વાતાવરણ બનાવવા પર પણ ભાર મૂક્યો છે. અફઘાનિસ્તાનની આઝાદીના 100 વર્ષ પૂરા થવાનાં પ્રસંગને યાદ કરતાં વડાપ્રધાને કહ્યું કે, ભારત લોકશાહી પ્રત્યે સંયુક્ત, સુરક્ષિત, લાંબા સમયની અને અવિરત પ્રતિબદ્ધતા સાથે અફઘાનિસ્તાન માટે ઉભો છે. વડા પ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના સતત સંપર્કમાં રહેવાની પ્રશંસા કરી છે.

ABOUT THE AUTHOR

...view details