ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ, PM મોદીએ મિલાદ-ઉન-નબીની પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ રવિવારે મિલાદ-ઉન-નબીના અવસર પર તમામ મુસ્લિમ ભાઇઓને શુભેચ્છા પાઠવી હતી. રવિવારે પયગંબર મોહમ્મદનો જન્મદિવસ નિમિત્તે મિલાદ-ઉન-નબી તરીકે ઉજવવામાં આવે છે.

PM મોદીએ મિલાદ-ઉન-નબીની પાઠવી શુભેચ્છા

By

Published : Nov 10, 2019, 12:39 PM IST

આ શુભ અવસરે રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, 'મિલાદ-ઉન-નબી પ્રસંગે, પયગંબરના જન્મદિવસે તમામ લોકોને શુભેચ્છા. ખાસ કરીને ભારત અને વિદેશમાં વસતા મુસ્લિમ ભાઇઓ અને બહેનોને શુભકામના પાઠવું છું. આ સાથે જ તેમણે હળીમળીને રહેવા અને આવી જ રીતે તમામ ઉત્સવો મનાવવાની પ્રાર્થના કરી હતી.'

આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'મિલાદ-ઉન નબી અવસર પર શુભકામના. પયગંબર મોહમ્મદના વિચારોથી પ્રેરણા મળી છે અને સમગ્ર દેશમાં શાંતિ અને એક્તા જળવાઇ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.'

ABOUT THE AUTHOR

...view details