નવી દિલ્હી : બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકો,એન્જિનયર અને ડીઆરડીઓને શુભકામના પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરી કહ્યું કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ લૉન્ચની સાથે વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. જે ઑપરેશનલ ક્ષમતાઓ અને વધારાની સ્વદેશી તકનીકોનું નિદર્શન કરે છે.
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સફળ પરીક્ષણ: વડાપ્રધાન મોદી અને અમિત શાહે DRDOને પાઠવી શુભકામના - ઓડિશાના બાલાસો
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના PJ-10 પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું બીજું પરીક્ષણ છે. જેને લઈ વડાપ્રધાન મોદીએ ડીઆરડીઓને શુભકામના પાઠવી છે.
આ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કેટલીક સ્વદેશી વિશિષ્ટતાઓથી આ મિસાઈલને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપુર્ણ કદમ ગણવામાં આવી રહ્યું છે. શાહે ટ્વિટ કરી કહ્યું કે, સ્વદેશ નિર્મિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ પર ભારતને ડીઆરડીઓ પર ખુબ ગર્વ છે.
આ અત્યાધુનિક મિસાઈલ ભારની રક્ષા ક્ષમતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પના સાક્ષી છે. આપને જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોરમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ 400 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે.(ડીઆરડીઓ)ના સૂત્રોએ જણાવ્યું કે, અત્યાધુનિક મિસાઇલ ચાંદીપુર ખાતેના એકીકૃત પરીક્ષણ કેન્દ્ર (આઈટીઆર)થી પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતુ. જે સફળ રહ્યું હતું.