નવી દિલ્હી : કોરોના સાથેની જંગ વચ્ચે વડાપ્રધાન મોદી આજે દેશવાસિઓને " મન કી બાત "દ્વારા સંબોધિત કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીની આ 65મી " મન કી બાત " છે. છેલ્લા સોમવારે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકો પાસે સૂચનો માંગ્યા હતા. 31મી મેના રોજ લોકડાઉન 4.0 સમાપ્ત થઇ રહ્યું છે.
વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ " મન કી બાત " દ્વારા લોકોને સંબોધિત કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી આજે લોકડાઉન ખુલવા બાદ 1 જૂનથી ક્યા- ક્યા ફેરફારો આવી શકે છે તે વિશે વાત કરી શકે છે. આ સિવાય મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યો છે તેથી સરકારની ઉપલબ્ધિયો વિશે પણ તેઓ વાત કરી શકે છે.
પીએમ મોદીના સંબોધનના મહત્વના કેટલાક અંશ
કોરોનાથી થતાં લોકોને મૃત્યુદર ઓછો છે, જે નુકસાન થયું છે તેનું દુઃખ આપણને બધાને છે.