ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'જેને કાશ્મીર જવું હોય મને કહે, હું વ્યવસ્થા કરી આપીશ'- PM મોદી - pm modi in maharashtra

બીડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર અર્થે બીડ જિલ્લામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કલમ 370 અંગે કોંગ્રેસના વલણની આકરી ટીકા કરી હતી. મોદીએ એમ કહ્યુ હતું કે કાશ્મીર જવા ઈચ્છતા લોકોની તેઓ વ્યવસ્થા કરી આપશે.

'જેને કાશ્મીર જવું હોય મને કહે, હું વ્યવસ્થા કરી આપીશ'- PM મોદી

By

Published : Oct 17, 2019, 4:50 PM IST

બીડ જિલ્લાના પરલીમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે,' કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે આ દેશને બરબાદ કરનારો નિર્ણય છે. દેશ બરબાદ થઈ ગયો? કોંગ્રેસના એક નેતાએ કહ્યુ હતું કે, આર્ટીકલ 370 હટાવીને આપણે કાશ્મીરને ગુમાવી દીધું. શું આપણે કાશ્મીરને ગુમાવી દીધું? જો તમે કાશ્મીર જવા માગતા હોવ તો મને જણાવો, હું વ્યવસ્થા કરી આપીશ'

મોદીએ ઉમેર્યુ હતું કે, કલમ 370 અંગે કોંગ્રેસ નેતાઓએ ઘણા નિવેદનો આપ્યા છે. એક નેતાએ તો એમ કહ્યુ હતું કે, આ કોઈકની હત્યા કરવા જેવો નિર્ણય છે. કોઈકે કહ્યુ કે, આ ભારતની રાજનીતિનો કાળો દિવસ છે. તો એક નેતાએ એવું નિવેદન આપ્યુ હતું કે, ભારતમાં લોકતંત્ર ખતમ થઈ ગયુ છે.

કોંગ્રેસને આડે હાથ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, 'કોંગ્રેસના એક નેતા એવું બોલ્યા હતાં કે, આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઉભુ થયુ છે. આ અમારા વિરોધીઓની ભાષા છે. પરંતુ અમે નિર્ણયો રાજનીતિ માટે નથી કરતા, દેશનીતિ માટે કરીએ છે.'

ABOUT THE AUTHOR

...view details