મોદીએ કહ્યું અહીં પણ કૃષ્ણ ભગવાનની મોરલી તમારા હ્રદયમાં ગુંજતી હશે. મારું સૌભાગ્ય છે કે, કાલે હું શ્રીનાથજીના મંદિર જઇને તમારા અને યજમાન દેશની સમૃદ્ધિ અને શાંતિની કામના કરીશ. આ સમગ્ર વિસ્તારમાં સૌથી જૂનું મંદિર છે. તાજેતરમાં જ શ્રીનાથજીના આ મંદિરને 200 વર્ષ થયા છે. મને જાણકારી છે કે, કેવા પ્રકારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે તમે અને ભારતથી આવેલા ભક્તોએ આ અવસર મનાવ્યો. કે કાલે આ મંદિરના પુનર્વિકાસનું કામ પણ ઔપચારિક રૂપે શરુ કરવામાં આવશે.
બહેરીનમાં પણ ચાલશે RuPay કાર્ડ: PM મોદી
બહેરિન: વડાપ્રધાન મોદી UAEના મોદી બહેરિન પહોંચ્યા છે. અહીં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારત અને બહેરિનના સંબંધોની વાત કરી હતી. મોટી સંખ્યામાં ભારતીયોને જોઇને મોદીએ કહ્યું કે, મને લાગે છે હું ભારતમાં જ છું.
મને ખુશી છે કે, બહેરિનમાં પણ ટૂંક સમયમાંજ RuPay કાર્ડથી તમે લેવડદેવડ કરી શકશો. આજે અહીં રૂપે કાર્ડના ઉપયોગ માટે MOU સાઇન થયું છે. તેનાથી તમે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકશો. તેનાથી ભારતમાં તમે રૂપિયા મોકલવાની સુવિધા મેળવી શકશો. તેનાથી તમારો ખર્ચો પણ ઓછો થશે. તમે બહેરિનના મિત્રોને કહી શકશો કે પે વિથ રૂપે. અમુક સમય પહેલા અહીં રૂપિયો ચાલતો હતો. હવે થોડા દિવસો બાદ અહીં રૂપે કાર્ડ ચાલવાનું શરુ થઇ જશે. રૂપે કાર્ડ ભારતની એ વ્યવસ્થાઓ પૈકી એક છે જે સમગ્ર દેશને સીમલેસ કનેક્ટિવીટી આપી રહ્યા છે. ભારત વન નેશન વન કાર્ડ તરફ આગળ વધી રહ્યો છે.
અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા PM મોદીએ કહ્યું કે, આ સમયે મારી અંદર એક દર્દ દબાવીને તમારી વચ્ચે ઉભો છું. વિદ્યાર્થી સમયથી જે મિત્ર સાથે સાર્વજનિક જીવનના એક પછી એક પગલા સાથે ચાલ્યા. રાજકીય યાત્રા સાથે ચાલી. દરેક પળ એકબીજા સાથે જોડાયેલા રહેવું અને સાથે મળીને ઝઝુમતા રહેવું, સપનાઓને સજાવવા, તેમને નિભાવવાનીએક લાંબી સફર જે મિત્ર સાથે હતી તે અરુણ જેટલી ભારતના પૂર્વ રક્ષામંત્રી, નાણામંત્રી, આજે તેમણે દેહ છોડી દીધો. હું કલ્પના નથી કરી શકતો કે હું આટલો દૂર અહીં બેઠો છું અને મારો એક મિત્ર જતો રહ્યો. અને આ ઓગષ્ટ મહિનો. અમુક દિવસો પહેલા બહેન સુષમા જતા રહ્યાં અન આજે મારો મિત્ર અરુણ જતો રહ્યો. હું આજે બહેરિનની ધરતીથી ભાઇ અરુણને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. તેમને નમન કરું છું. તેમના પરિવારજનોને આ દુખની ક્ષણમાં ઇશ્વર શક્તિ આપે તે પ્રાર્થના કરું છું.