ગુજરાત

gujarat

By

Published : Feb 22, 2020, 6:53 PM IST

ETV Bharat / bharat

PM મોદી વૈશ્વિક સ્તરે બહુમુખી પ્રતિભા ધરાવે છેઃ ચીફ જસ્ટીસ અરૂણ મિશ્રા

‘સર્વોચ્ચ ન્યાયાલય આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન 2020’ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ચીફ જસ્ટીસ અરૂણ મિશ્રાએ કહ્યું હતું કે, "નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેની સાથે તેઓ સ્થાનિક હિતોને પણ પૂરતો ન્યાય આપે છે."

pm modi
pm modi

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ શનિવારે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, " તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દૂરદર્શી અને બહુમુખી પ્રતિભા ધરાવે છે."

આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન 2020 ‘ન્યાયપાલિકા અને બદલતી દુનિયા’ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ચીફ જસ્ટીસ અરૂણ મિશ્રાએ જનસંબોધ કર્યુ હતું. જેમાં તેમણે ન્યાયપાલિકા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પડકારો હવે સામાન્ય થઈ ગયા છે. આપણે આ તમામ પરિસ્થિતીની વચ્ચે ન્યાયવ્યવસ્થાની મહત્વતાને જાળવી રાખવાની છે.

આગળ વાત કરતાં તેમણે PM મોદીનો આભાર માન્યો હતો. તેમજ તેમના વખાણ કરતાં કહ્યું હતું કે, "તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દૂરદર્શી અને બહુમુખી પ્રતિભા ધરાવે છે. છતાં તેઓ સ્થાનિકો હિતોને જાળવવાનું ક્યારે ચૂકતા નથી."

આમ, ન્યાયાધીશ મિશ્રાએ PM મોદી અને કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદને પણ 1500 અપ્રચલિત કાયદાને રદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details