નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતમાં વધુ વિદેશી રોકાણ આકર્ષિત કરવાની વ્યૂહરચના અંગે અને #COVID19 રોગચાળા સામે અર્થતંત્રને વેગ આપવા માટે એક બેઠક યોજી હતી.
કોરોના સંકટ : અર્થતંત્રને સક્ષમ કરવા વડાપ્રધાન મોદીની બેઠક, રોકાણ વધારવા પર ચર્ચા - boost economy
બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે, રોકાણકારોને મદદ કરવા માટે વધુ સક્રિય અભિગમ અપનાવવો જોઈએ. રોકાણકારોની સમસ્યાનું ધ્યાન રાખવું જોઈએ.
કોરોના સંકટ : અર્થતંત્રને સક્ષમ કરવા વડાપ્રધાન મોદીની બેઠક,રોકાણ વધારવા પર ચર્ચા
મળતી માહિતી મુજબ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, દેશમાં હાલની ઔદ્યોગિક જમીન /પ્લોટ/એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે એક યોજના વિકસિત કરવી જોઈએ અને જરૂરી આર્થિક સહાય પ્રદાન કરવું જોઈએ.