ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવે પ્રધાન પિયુષ ગોયલે RPF જવાનની પ્રશંસા કરી, જીવના જોખમે બાળકીને પહોંચાડ્યું હતું દૂધ - પ્લેટફોર્મ

રેલવે સુરક્ષા દળના જવાન ઈંદર યાદવે ભૂખથી તડપતી ત્રણ મહિનાની નવજાત બાળકીની મદદ કરી હતી. કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ફેસબુક અને ટ્વિટર પર આ જવાનની પ્રશંસા કરી છે.

રેલવે પ્રધાન પિયુષ ગોયલ
રેલવે પ્રધાન પિયુષ ગોયલ

By

Published : Jun 5, 2020, 1:27 PM IST

ભોપાલ: કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ભોપાલમાં તૈનાત રેલવે સુરક્ષા દળના એક જવાનની પ્રશંસા કરી છે. આરપીએફ જવાન ઇંદર યાદવે ભૂખથી તડપતી ત્રણ મહિનાની એક માસૂમ બાળકીની મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે, 31 મેના રોજ શ્રમિક સ્પેશિયલ ટ્રેન જે કર્ણાટકથી ગોરખપુર જઇ રહી હતી. તેમાં એસ-7 બોગીમાં સાફિયા હાશીમા નામની મહિલા બેઠી હતી. સાફિયાની સાથે તેની દીકરી પણ હતી. તે દૂધ ન મળવાને કારણે રડી રહી હતી. આ દરમિયાન ટ્રેન ભોપાલ પહોંચી હતી, જ્યાં મહિલાએ ત્યાં હાજર આરપીએફ જવાન ઇંદર યાદવની મદદ માગી હતી. સોફિયાએ કહ્યું કે, ખાવાનું તો મળી ગયું છે, પરંતુ દૂધ મળ્યું નથી. જેના કારણે તેની દીકરી રડી રહી છે.

આ વાત સાંભળીને જવાને દૂધ લેવા માટે દોટ લગાવી હતી. તે હજુ પ્લેટફોર્મની અંદર પહોચે તે પહેલાં તો ટ્રેન દોડવા લાગી હતી. આ જોઇને જવાન ઝડપથી દોડવા લાગ્યો અને અંતે તેણે મહિલાના હાથમાં દૂધનું પેકેટ આપી દીધું. જવાન દ્વારા જીવ જોખમમાં મૂકીને મહિલાની મદદ કરી તે સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. રેલવે પ્રધાન પિયુષ ગોયલે ફેસબુક અને ટ્વિટર પર જવાનના કાર્યની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details