નવી દિલ્હી: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે થોડીવારમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી એલ પુનિયાએ કહ્યું કે, સચિન પાયલટ હવે ભાજપમાં છે. બાદમાં તેમણે ભૂલ સુધારતા કહ્યું કે, તેમણે સિંધિયાના સ્થાને પાયલટનું નામ લીધું હતું. કોંગ્રેસ નેતા પુનિયાએ આ વાત ત્યારે કહી છે, જ્યારે સચિન પાયલટે કહ્યું કે, હું ભાજપમાં નહીં જાઉ.
કોંગ્રેસના પી એલ પુનિયાની જીભ લપસી, કહ્યું- સચિન પાયલટ ભાજપમાં... - કોંગ્રેસના વરિષ્ઠ નેતા
રાજસ્થાન રાજકીય સંકટનો હજુ અંત આવ્યો નથી, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી એલ પુનિયા (P L Punia)એ કહ્યું કે, સચિન પાયલટ ભાજપમાં છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના પ્રભારી પી એલ પુનિયાને પુછવામાં આવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી કહ્યું કે, સચિન પાયલટની કોંગ્રેસમાં ઉપેક્ષા થઈ રહી છે. જેના પર પુનિયાએ કહ્યું કે, સચિન પાયલટ જી હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભાજપના કોંગ્રેસ પ્રત્યે ભાજપનું વલણ કેવું છે, તે બધાને ખબર છે. અમારે તેની પાસેથી સર્ટિફિકેટ લેવાની જરુરત નથી. કોંગ્રેસ પાર્ટીમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન થાય છે.
કોંગ્રેસ નેતા પી એલ પુનિયાએ ચોખવટ કરી કે, મને જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રતિક્રિયા પુછી હતી. જેના જવાબમાં મેં ભૂલથી સચિન પાયલટનું નામ નીકળ્યું હતું. એ મારી ભૂલ હતી. સચિન પાયલટ ખુબ પોતે સ્વીકાર્યું કે, તે ભાજપમાં સામેલ થશે નહી. હવે તે કોંગ્રેસનો હિસ્સો છે.