ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા કેસના ચુકાદા વિરુદ્ધ PFIએ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી - રામ મંદિર ન્યૂઝ

પોપ્યુલર ફન્ટ ઓફ ઇન્ડિયા (PFI)એ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસના ચુકાદાની વિરુદ્ધ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે.

ayodha
અયોધ્યા

By

Published : Mar 6, 2020, 11:49 AM IST

Updated : Mar 6, 2020, 12:45 PM IST

નવી દિલ્હી: પોપ્યુલર ફન્ટ ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસના ચુકાદા વિરુદ્ધ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે.

ગત વર્ષે 9 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચે કહ્યું કે, આ કેસમાં આસ્થાની આધારે નિર્ણય નહીં થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આસ્થાની આધારે જમીનના માલિકના હક માટે ન આપી શકાય, ચુકાદો કાયદાકિય રીતે આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીનનો હક રામલલાને આપ્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ મસ્જિદ માટે જમીન આપવાની જાહેરાત કરી હતી. સુન્ની વક્ત બોર્ડને અયોધ્યામાં જ બીજી જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવશે.

Last Updated : Mar 6, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details