પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો, જાણો આજનો રેટ - Gujarat news
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં શુક્રવારે સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા જ્યારે ચેન્નાઈમાં 15 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં અને કોલકાતામાં 15 પૈસા જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 16 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
nxgfbzd
આ ચારેય મહાનગરોમાં પેટ્રોલના ભાવ જોઈએ તો, દિલ્હી 71.29 રૂપિયા, કોલકાતા 73.39 રૂપિયા, મુંબઈ 76.93 અને ચેન્નાઈ 74.02 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવ જોઈએ તો, દિલ્હી 66.48 રૂપિયા, કોલકાતા 68.27 રૂપિયા, મુંબઈ 69.63 રૂપિયા અને ચેન્નાઈ 70.25 રૂપિયા પ્રતિ લીટર વધારો જોવા મળ્યો છે.