ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેટ્રોલમાં 6 અને ડીઝલના ભાવમાં 10 પૈસાનો થયો ઘટાડો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાનો દોર સતત ચોથા અઠવાડિયાથી ચાલી રહ્યો છે. તેલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ફરીથી 6 પૈસાનો અને ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

By

Published : Jun 16, 2019, 12:36 PM IST

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી,કોલકત્તા, મુબંઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાલમાં રવિવારનો રોજ ક્રમશઃ ઘટીને : 69.93 રુપિયા, 72.19રુપિયા, 75.63 રુપિયા અને 72.64 રુપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો ડીઝલનો ભાવ ઘટીને ચાર શહેરોમાં ક્રમશઃ ઘટીને 63.84 રુપિયા, 65.76 રુપિયા, 66.93 રુપિયા અને 67.52 પ્રતિ લીટર થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 15 દિવસ અગાઉના ભાવ સુધી સીમિત રહ્યા છે. છેલ્લા પંદર દિવસમાં બ્રેન્ટ ક્રૂડનું વાયદો 60 ડોલરથી લઇને 63 પ્રતિ બેરલની આસપાસ રહ્યો હતો. જ્યારે 15 દિવસ પહેલાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 64 ડોલરથી 73 ડોલર પ્રતિ બેરલની વચ્ચે રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા ઘણા દિવસોથી કાચા તેલના ભાવમાં નરમી જોવા મળી છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજબરોજ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં 29 મેના બાદ પેટ્રોલ 1.93 રૂપિયા લીટર સસ્તું થયું હતું. જ્યારે ડીઝલના ભાવમાં ઉપભોક્તાઓને 2.85 રૂપિયા પ્રતિ લીટરની રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details