નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પે સામે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવાયું છે કે, ગૂગલ પે વપરાશકર્તાઓને પ્લેટફોર્મ પર પહેલેથી હાજર UPI આઈડી સાથે કામ કરવાની મંજૂરી આપતું નથી. હાઈકોર્ટ આ અરજીની 14 મેના રોજ સુનાવણી કરશે.
ગૂગલ પે સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી, આરોપ- પહેલેથી હાજર UPIથી કામ કરવાની મંજૂરી આપતું નથી - Google Pay High Court hearing
ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પે સામે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ આ અરજીની 14 મે ના રોજ સુનાવણી કરશે.
આ અરજી શુભમ કપાલે દ્વારા જૂની UPI આઈડીમાંથી ટ્રાન્સફર કરવાની પરવાનગી અંગે કરવામાં આવી છે. આ અરજીમાં જણાવાયું છે કે, ગૂગલ પે પોતાના ગ્રાહકોને નવી UPI આઈડી અથવા વીપીએ બનાવવા માટે દબાણ કરે છે અને બધાને નવા ગ્રાહક તરીકે દર્શાવે છે. આ અરજીમાં જણાવાયું છે કે ગૂગલ પે ભારતની UPI આઈડી પોર્ટેબીલીટી ગાઇડલાઈન્સના રાષ્ટ્રીય ચૂકવણી નિયમનું ઉલ્લંઘન કર્યું છે.
જૂની UPI આઈડીનું ટ્રાન્સફર PM કેર્સ ફંડ માટે પણ કરવામાં આવ્યું ન હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2017માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઈન્ડિયાએ એક પરિપત્ર દ્વારા કહ્યું હતું કે, જો ગ્રાહક ઇચ્છે તો તે પૂર્વનિર્મિત UPIનો ઉપયોગ કરી શકે છે. અરજદારે કહ્યું હતું કે, ગૂગલ પે એપ્લિકેશન દ્વારા ઘણી વખત ચૂકવણી કરી છે, પરંતુ UPI આઈડી દ્વારા પહેલેથી જ બનાવેલા પેમેન્ટ અતાઉન્ડથી રકમ ચૂકવવાની છૂટ નથી. અરજદારે ગૂગલ પે દ્વારા PM ફંડમાં દાન આપવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ જૂની UPI આઈડી સ્થાનાંતરિત કરવાની મંજૂરી મળી નહોતી.