ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામાયણનું પ્રસારણ દૂરદર્શન પર શરૂ, લોકો બન્યા ધાર્મિક - મહાભારત

આજથી રામાયણનું પ્રસારણ દૂરદર્શન પર શરૂ કરવામાં આવ્યું છે. લોકો આ એપિસોડની આતુરતા પૂર્વક રાહ જોતા હતા. આજથી રામાયણનું પ્રસારણ શરૂ થવાથી લોકોની આતુરતાનો અંત આવ્યો છે.

people-are-watching-ramayana-on-the-doordarshan-maintain-social-distance-in-ghaziabad
people-are-watching-ramayana-on-the-doordarshan-maintain-social-distance-in-ghaziabad

By

Published : Mar 28, 2020, 12:57 PM IST

ગાઝિયાબાદઃ દેશમાં 33 વર્ષ બાદ ફરી રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. ગાઝિયાબાદમાં લોકો પોતાના ઘરોમાં જ રહે છે. લોકો આજથી પ્રસારિત કરવામાં આવેલી રામાયણ દુરદર્શન પર જોઈ રહ્યા છે. ઘરના સભ્યો 1 મીટરનું સામાજિક અંતર જાળવી રહ્યા છે. રામાયણનું પ્રદર્શિત કરવાનું શરૂ કરવામાં આવતા વાતાવરણ ધાર્મિક બન્યું છે.

રામાયણનું પ્રસારણ દૂરદર્શન પર શરૂ થઈ, લોકો બન્યા ધાર્મિક

લોકો આતુરતાપૂર્વક જોતા હતા રાહ...

સતત સોશિયલ મીડિયા પર રામાયણ પ્રસારિત કરવાનો આગ્રહ કરવામાં આવતો હતો. લોકો દૂરદર્શન પર રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવે. જે બાદ દર્શકો માટે સારા સમાચાર આવ્યા હતા કે 28 માર્ચથી રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવશે. આજે પ્રસારણ શરૂ થતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે.

મહાભારત પણ પ્રસારિત કરવામાં આવશે...

મળતી માહિતી મુજબ મહાભારત પણ દૂરદર્શન પર ફરી પ્રસારિત કરવામાં આવશે. લોકોનું માનવું છે કે, રામાયણ અને મહાભારત પ્રેરણા આપતી સિરિયલ છે. આ સિરિયલ જોવાથી ઘરનું વાતાવરણ ધાર્મિક બની જાય છે.

ABOUT THE AUTHOR

...view details