ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBSE બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષાઓની તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા... - New delhi education news

CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખની ઘોષણા થઈ ગઈ છે. આ અંગે માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલે ખુદ ટ્વિટ કરી જાણકારી આપી છે.

Etv bharat
CBSE

By

Published : May 8, 2020, 6:09 PM IST

નવી દિલ્હીઃ કોરોના લોકાડઉનને કારણે અટકેલી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાઈરસને લીધે રદ થયેલી પરીક્ષાનું જલ્દી આયોજન થાય તેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં.

આખરે CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા 1થી 15 જુલાઈ દરમિયાન યોજવાનું આયોજન કર્યુ છે. આ અંગે માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલે ટ્વીટ કરી જાણકારી આપી છે.

રમેશ પોખરિયાલે ટ્વિટ કર્યું કે, "સીબીએસઈ ધોરણ 10 અને 12ની બાકી રહેલી પરીક્ષાઓની તારીખની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આજે આ પરીક્ષાઓની તારીખ 1-07-2020થી 15-07-2020ની વચ્ચે નક્કી કરવામાં આવી છે. હું આ પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ પાઠવું છું."

નોંધનીય છે કે, CBSE દ્વારા 29 મુખ્ય વિષયોની જ પરીક્ષા લેવામાં આવશે. જે પ્રમોશન અને અન્ડરગ્રેજુએટ કોર્ષીસના એડમિશન માટે જરૂરી હોય છે.

ABOUT THE AUTHOR

...view details