નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે ટ્રાન્સપોર્ટેશન બંધ થતાં દર્દીઓ અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને PCR દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. દિલ્હી PCRએ છેલ્લા 24 કલાકમાં 41 ગર્ભવતી મહિલાઓ PCRમાં તૈનાત કરાયેલા જવાનોએ હોસ્પિટલમાં પહોંચાડી હતી.
ડીસીપી શરત સિન્હા અનુસાર રાજધાનીમાં કોરોના વાઇરસને લઇને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ બંધ છે. રસ્તા પર ના તો રિક્ષા મળી રહી છે, ના તો ટેક્સી. એવામાં PCR દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે, જેને ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા છે અથવા જે મહિલાઓને પ્રસવ પીડા થઇ રહી છે તેમની મદદ કરી રહી છે.
24 કલાકમાં 41 મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી