ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્લે સ્ટોર પર ફરી દેખાયું પેટીએમ એપ, નીતિઓના ઉલ્લંઘનનો લાગ્યો હતો આરોપ

ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમને દૂર કરવામાં આવ્યું છે. આ સાથે ગૂગલે કહ્યું કે, તે સટ્ટાબાજીની રમતોને પ્રોત્સાહન આપતી એપ્લિકેશનને પ્લે સ્ટોરમાં મંજૂરી આપતું નથી અને આવી એપ્લિકેશનો ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે.

ETV BHARAT
પ્લે સ્ટોરથી પેટીએમને હટાવવામાં આવ્યું, નીતિઓના ઉલ્લંઘનનો લાગ્યો આરોપ

By

Published : Sep 18, 2020, 5:33 PM IST

Updated : Sep 19, 2020, 11:02 AM IST

નવી દિલ્હી: પેઈટીએમને (Paytm) ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવ્યું હતું. ગૂગલે પેટીએમને હટાવવાના કારણમાં નીતિઓનું ઉલ્લંઘન જણાવ્યું હતું. જોકે તેના થોડા સમય બાદજ ગુગલ પ્લે સ્ટોરમાં પેટીએમ એપ દેખાવા લાગી છે.

આ સાથે જ ગૂગલે કહ્યું કે, તે સટ્ટાબાજીની રમતોને પ્રોત્સાહન આપતી એપ્લિકેશનને મંજૂરી આપતું નથી અને તે આ પ્રકારની તમામ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરશે.

ભારતમાં IPL જેવી મુખ્ય રમતોના આયોજન અગાઉ આ પ્રકારની એપ્લિકેશનોને મોટા પાયે લોન્ચ કરવામાં આવે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગનું (IPL) નવું સત્ર 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થવાનું છે.

ગૂગલે એક બ્લૉગ પોસ્ટમાં કહ્યું કે, અમે ઓનલાઈન કસિનોની પરવાનગી આપતા નથી. આ ઉપરાંત રમતોમાં સટ્ટેબાજીની સુવિધાઓ દેનારી કોઈ પણ અનિયમિત એપ્લિકેશનને સમર્થન કરતા નથી. આમાં એ એપ્લિકેશન સામેલ છે, જે ગ્રાહકોને કોઈ એવી બહારની વેબસાઈટમાં જવા માટે પ્રેરીત કરે છે. જે રૂપિયા લઇને રમતમાં પૈસા અથવા ઈનામ પુરસ્કાર જીતવાની તક આપે છે. આ અમારી નીતિઓનું ઉલ્લંઘન છે.

બ્લૉગ પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, આ નીતિઓ ઉપયોગકર્તાઓને સંભવિત નુકસાનથી બચાવવા માટે છે. જો કે, ગૂગલે સ્પષ્ટ કર્યું નથી કે આ આધારે અન્ય કોઈ એપ્લિકેશનને દૂર કરવામાં આવી છે કે નહીં.

ગૂગલે વધુમાં કહ્યું કે, જ્યારે કોઈ એપ્લિકેશન આ નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તો તે એપ્લિકેશનના ડેવલપરને આ અંગે સૂચિત કરવામાં આવે છે અને જ્યાર સુધી ડેવલપર પોતાના એપ્લિકેશનને નિયમાનુસાર બનાવતા નથી, ત્યાર સુધી તે એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવે છે.

Last Updated : Sep 19, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details