નવી દિલ્હીઃ ચીનની સાથે લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર લગભગ બે મહિના સુધી તણાવ ચાલ્યો હતો. બંને દેશોની સેનાઓ સામે-સામે આવી હતી. ગલવાન ઘાટીમાં ચીનની સાથે હિંસક ઝડપમાં 20 જવાન શહીદ થયા હતા. જે બાદ બંને દેશ વચ્ચે તણાવમાં વધારો થયો હતો. સ્થિતિ યુદ્ધ જેવી બની છે. આ બધા જ વચ્ચે વડાપ્રધાન મોદીએ લેહની મુલાકાત લીધી હતી અને સૈનિકોને સંબોધિત કર્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં જઇને ગલવાન ઘાટીની ઝડપમાં ઇજાગ્રસ્ત જવાનોની સ્થિતિ તપાસી હતી.
પીએમના આ પ્રવાસને લઇને કોંગ્રેસ નિશાન સાધતા નીમૂને ટૂરિસ્ટ સ્પોટ ગણાવ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારમાં તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારનો અભિપ્રાય ખૂબ જ અલગ છે. પીએમ મોદીના લેહના પ્રવાસને લઇને શરદ પવારે સૈનિકોને પ્રેરિક કરનારું પગલું ગણાવ્યું છે. શરદ પવારે કહ્યું કે, વર્ષ 1962ના યુદ્ધમાં ચીન સામે હાર્યા બાદ તાત્કાલિન વડા પ્રધાન જવાહર લાલ નહેરૂ અને રક્ષા પ્રધાન યશવંતરાય ચવ્હાણ પણ એલએસી પર ગયા હતા.