ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર: નોકરી અપાવવાના બહાને 2 યુવકોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું - બિહાર ન્યૂઝ

બિહારની રાજધાની પટનાના કંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. નોકરી અપાવવાના બહાને 2 યુવકોએ દુષ્કર્મ જેવી ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

patna gang rape
બિહારઃનોકરી અપાવવાના બહાને 2 યુવકોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું

By

Published : Aug 14, 2020, 6:40 PM IST

બિહારઃ રાજધાની પટનાના કંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. નોકરી અપાવવાના નામે 2 યુવકોએ દુષ્કર્મ જેવી ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

પટનાના કંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલા જે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. પરંતુ લોકડાઉનને કારણે મહિલાને નોકરી ગુમાવી પડી હતી. ત્યારબાદ તેણે જાણીતા યુવકની મદદ માંગી હતી. તે પરિચિત યુવકે મહિલાને નોકરી અપાવવાની કોશિશ કરી હતી. પરંતુ 2 યુવકોએ સાથે મળીને ભાડાના મકાનમાં દુષ્કર્મ જેવી ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો.

હાલ આ કેસમાં પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. પોલીસે આ અપરાધમાં સંડોવાયેલા બંને યુવકની ધરપકડ કરી હતી. હાલમાં બંને યુવકની ધરપકડ કર્યા બાદ ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details