ગુજરાત

gujarat

By

Published : Jul 6, 2019, 5:41 PM IST

Updated : Jul 6, 2019, 8:34 PM IST

ETV Bharat / bharat

માનહાની કેસમાં પટના કોર્ટે રાહુલ ગાંધીના જામીન કર્યા મંજૂર

પટનાઃ શનિવારે રાહુલ ગાંધી માનહાની કેસમાં બિહારની રાજધાની પટનાની એક કોર્ટમાં હાજર રહ્યા હતાં. બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશિલ કુમાર મોદીએ રાહુલ વિરુદ્ધ આ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો છે. જે મામલે કોર્ટ તરફથી રાહુલના જામીન થયા છે.

Rahul gandhi

કર્ણાટકની એક રેલી સંબોધતા રાહુલ ગાંધીએ દરેક ચોરનું નામ મોદી હોવાનું જણાવ્યું હતું. તેમનો ઈશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નીરવ મોદી અને IPLના પુર્વ કમિશ્નર લલિત મોદી તરફ હતો. જેને લઈબિહારના નાયબ મુખ્યપ્રધાન સુશિલ કુમાર મોદીએ રાહુલ વિરુદ્ધ આ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો હતો. જે મામલે શનિવારે પટના કોર્ટે રાહુલ ગાંધીની જામીન મંજુર કર્યા છે.

પટના કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી મુઝફ્ફરપુર જવા પણ ઈચ્છતા હતા. પરંતુ પ્રશાસને તેની પરવાનગી આપી નહીં. આ અંગે સવાલ કરતાં પ્રશાસનને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, આનાથી ચમકી તાવથી અસરગ્રસ્ત બાળકો અને તેના પરિવારને સમસ્યા થઈ શકે છે.

Last Updated : Jul 6, 2019, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details