ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના: વડાપ્રધાન કેયર્સ ફંડમાં પતંજલિએ કર્યું રૂપિયા 25 કરોડનું દાન, બાબા રામદેવે કરી જાહેરાત

વિશ્વ સહિત દેશ પણ કોરોના વાઇરસની મુશ્કેલી ભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ વચ્ચે વડાપ્રધાને આ મુશ્કેલીમાંથી ઉગરવા માટે લોકોને અનુરૂપ સેવા આપવા માટે વડાપ્રધાન કેયર્સ ફંડની જાહેરાત કરી હતી. જેમાં દેશની અનેક હસ્તીઓએ આ ફંડમાં પોતાનો ફાળો આપ્યો છે. આ વચ્ચે આજરોજ બાબા રામદેવે પણ પ્રેસને સંબોધતા 25 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.

કેયર્સ ફંડમાં પતંજલિએ ફાળવ્યા 25 કરોડ, બાબા રામદેવે કરી જાહેરાતકેયર્સ ફંડમાં પતંજલિએ ફાળવ્યા 25 કરોડ, બાબા રામદેવે કરી જાહેરાત
કેયર્સ ફંડમાં પતંજલિએ ફાળવ્યા 25 કરોડ, બાબા રામદેવે કરી જાહેરાતકેયર્સ ફંડમાં પતંજલિએ ફાળવ્યા 25 કરોડ, બાબા રામદેવે કરી જાહેરાત

By

Published : Mar 30, 2020, 8:30 PM IST

નવી દિલ્હી: યોગગુરૂ રામદેવે કોરોના વાઇરસ સામેની લડાઇમાં સહયોગ આપવાની જાહેરાત કરી છે. બાબ રામદેવે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા આર્થિક મદદની જાહેરાત કરી હતી. આ તકે બાબા રામદેવે કહ્યું કે પતંજલિએ વડાપ્રધાન ફંડમાં 25 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

બાબા રામદેવે જણાવ્યું કે આ સાથે પતંજલિના કર્મચારી એક દિવસનો પગાર પણ આપશે, જે 1.50 કરોડ રૂપયા જેટલો થઇ રહ્યો છે. આ સિવાય કોરોના સામે લડાઇ લડવા પતંજલિ રાહત ફંડ પણ બનાવ્યું છે. જેમાં અનુકુળ ફંડ આપી શકાય છે.

આપાતકાલીન સેવા માટે પતંજલિના 5 શહેરોની સંસ્થાઓ સરકારનો સાથ આપવા તૈયાર છે. જેમાં ઓછામાં ઓછા 1500 લોકોની વ્યવસ્થા થઇ શકે છે. જ્યાં તમામની જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હશે.

ઉલ્લેખનિય છે કે દેશમાં વડાપ્રધાને કેયર્સ ફંડમાં અનુરૂપ ફંડ આપવાની જાહેરાત કર્યા બાદ અક્ષય કુમારે 25 કરોડ, રતન તાતએ 1500 કરોડ, ક્રિકેટર સુરેશ રૈના સહિત નાનાથી મધ્યમ વર્ગના અનેક લોકોએ ફંડમાં પોતાના અનુરૂપ ફંડ ફાળવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details