હરિદ્વાર: યોગગુરુ બાબા રામદેવની કોરોનાની દવા બનાવી હોવાનો દાવો કર્યો હતો. પતંજલીના આ દવા પર ભારત સરકારના આયુષ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ નિર્ણય બાદ પતંજલીએ કેન્દ્રીય આયુષ મંત્રાલયની તમામ શંકાઓને દૂર કરવાનો દાવો કર્યો છે.
એક નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે, કોરોનાની દવા મુદ્દે આયુષ મંત્રાલય સાથેની વાતચીતમાં થયેલી ખામીને દૂર કરવામાં આવી છે અને પતંજલીએ ટ્રાયલ્સ કરી દવા શોધી છે. એના તમામ માનક પરિમાણો 100 ટકા પૂર્ણ આવ્યાં છે. આ અંગે પતંજલીએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, અમે દસ્તાવેજોની સાથે સંપૂર્ણ માહિતી આયુષ મંત્રાલયને મોકલી આપી છે.