ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પતંજલિએ કોરોનાની દવા બનાવવાનો કર્યો દાવો - પતંજલિ આયુર્વેદ

પતંજલિ આયુર્વેદએ દાવો કર્યો છે કે તેઓએ કોરોનાના દર્દીને ઇલાજ માટે દવા બનાવી છે. આચાર્ય બાલકૃષ્ણે એવો દાવો પણ કર્યો છે કે, તેમની દવાઓથી સેંકડો દર્દીઓ સાજા થયા છે. જો આ દાવા યોગ્ય સાબિત થાય છે, તો ટૂંક સમયમાં વિશ્વને ભારતની સાથે કોરોનાની દવા પણ મળી જશે.

પતંજલિએ કોરોનાની દવા બનાવવાનો કર્યો દાવો
પતંજલિએ કોરોનાની દવા બનાવવાનો કર્યો દાવો

By

Published : Jun 12, 2020, 8:05 PM IST

હરિદ્વાર: દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાઇરસથી બચવા માટે રસી તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન પતંજલિ આયુર્વેદના CEO આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો છે કે તેમણે કોરોના માટે દવા તૈયાર કરી છે. તેમના મતે, આ દવા દ્વારા કોરોના સેંકડો દર્દીઓ સાજા થયા છે.

પતંજલિ આયુર્વેદના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, આ દવાનો ક્લિનિકલ રિપોર્ટ આવ્યો છે. હમણાં તેઓ ક્લિનિક કંટ્રોલ ટ્રાયલ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે, જેના પછી તેઓ વૈશ્વિક ધોરણો અનુસાર ટૂંક સમયમાં કોરોના દવાને વિશ્વની સામે મૂકશે.

બાલકૃષ્ણે દાવો કર્યો છે કે, તેમણે અત્યાર સુધીમાં હજારો કોરોના દર્દીઓને અને શંકાસ્પદ દર્દીઓને આ દવા આપી છે. તેના પરિણામો સકારાત્મક આવ્યા છે. આ દવા પછી દરેકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનો ડેટા પતંજલિ યોગપીઠ પાસે ઉપલબ્ધ છે. આ દવામાંથી જેઓ સ્વસ્થ્ય થયા છે, તેમના નામ પણ જાહેર કરવામાં આવશે અને તેઓ પોતે આગળ આવીને તેના વિશે જણાવશે.

બાલકૃષ્ણે કહ્યું કે, હાલ કોરોના વાઇરસની સ્થિતિ દેશમાં ખરાબ બની રહી છે. જ્યારે તેમને કોરોના વાઇરસ વિશે જાણ થઈ ત્યારે પતંજલિ યોગપીઠના વૈજ્ઞાનિકોએ તેની દવા શોધવાનું શરૂ કરી દીધું હતું.આ દવાની સારવાર પછી, દરેકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનો ડેટા પતંજલિ યોગપીઠ સાથે ઉપલબ્ધ છે. આ દવામાંથી જેઓ સ્વસ્થ્ય થયા છે, તેમના નામ પણ જાહેર કરવામાં આવશે અને તેઓ પોતે આગળ આવીને તેના વિશે જણાવશે.

બાલકૃષ્ણે લોકોને કોરોનાથી બચવા માટે હમણાં જ આયુર્વેદ ઓષધિઓ (અશ્વગંધા, ગિલોય, તુલસી અને ઘનવતી) નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે જો આયુર્વેદ દ્વારા કોરોના વાઇરસને નાબૂદ કરી શકાય છે, તો તે આયુર્વેદ માટે ગૌરવની વાત છે.

ABOUT THE AUTHOR

...view details