હકીકતમાં રાજ્યસભામાં પૂર્વ પ્રધાન ડૉ. મનમોહન સિંહ અને સંતોષ કુજૂરનો કાર્યકાળ આગામી મે માસમાં પુરો થાય છે. ડૉ. મનમોહન સિંહ વર્તમાનમાં આસામની સીટથી રાજ્યસભાના સભ્ય છે. તેમના કાર્યકાળ બાદ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન આસામથી NDAના સભ્ય તરીકે મેદાનમાં ઉતરશે.
મનમોહન સિંહની જગ્યાએ રામવિલાસ પાસવાન આસામથી રાજ્યસભામાં જશે
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન NDAના રાજ્યસભાના સભ્ય બનશે. પાસવાન આગામી મે માસમાં પોતાનું નામાંકન કરશે.
સ્પોર્ટ ફોટો
આ વિશેષ માહિતી આસામ LJPના પ્રભારી સોનમળી દાસે આપી હતી. આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય પ્રધાન પાસવાન LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. LJP કેન્દ્રની NDA સરકારમાં મહત્વના સાથીદાર છે. રામવિલાસ પાસવાન વર્તમાનમાં કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્ય પ્રસંસ્કરણના પ્રધાન છે.