ગુજરાત

gujarat

By

Published : Apr 15, 2020, 8:45 PM IST

ETV Bharat / bharat

લોકડાઉનમાં ગેરહાજર રહેતા અધિકારીઓ સામે પગલાં ભરવાના આદેશને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને રદ કર્યો

કેન્દ્રીય ઉપભોક્તા પ્રધાન રામવિલાસ પાસવાને કોરોના વાઈરસ વચ્ચે કાર્યલયમાં ગેરહાજર રહેનાર અધિકારીઓ સામે પગલાં ભરવાના કાર્યવાહી કરવાના આદેશને રદ કર્યો છે. જે અધિકારીઓ ઉપસ્થિત રહેતા નથી તેમને વાજબી કારણ આપવા જણાવાયું છે.

ો
લોકડાઉનમાં ગેરહાજર રહેતા અધિકારીઓ સામે પગલાં ભરવાના આદેશને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને રદ કર્યો


નવી દિલ્હી: કેન્દ્રીય ઉપભોક્તા પ્રધાન રામવિલાસ પાસવાને મંગળવારે ટ્વિટર પર મંત્રાલયના આદેશને રદ કર્યો હોવાની માહિતી આપી હતી. જેમાં કોરોના વાઈરસના સંકટ વચ્ચે ઓફિસમાં જોડાવા ઈચ્છતા ન હોય તેવા અધિકારીઓને રાહત આપવાની વાત કરાઈ છે.

મંત્રાલયમા કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી આ આદેશ અપાયા હતાં. જેમાં કર્મચારીઓ પાસે ગેરહાજરીની સ્પષ્ટા મંગાઈ હતી.

આ પત્રમાં પુછાયું હતું કે, "આ વિભાગમાં ચાલુ રાખવા તૈયાર ન હોય તેવા તમામ અધિકારીઓ / કર્મચારીઓ 20 મી એપ્રિલ સુધીમાં આ અંગેની સ્પષ્ટા કરી શકે છે. જો કારણ નહીં આપે તો ત્યાર પછી તેમને કાયમી છુટા કરવાનો નિર્ણય લેવાશે."


પાસવાને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લખ્યુ હતું કે, "આ આદેશ વિશે મને જાણકારી મળી છે. મંત્રાલયના સચિવ દ્વારા અપાયો છે. તેમને આ આદેશ પાછો ખેંચવા અને સ્પષ્ટીકરણ કરવા જણાવ્યુ છે. લોકડાઉન દરમિયાન સરકારના નિયમોનું પાલન કરીને કાર્યલય ચાલુ રહેશે"

આ આદેશ કરવા અંગને સ્પષ્ટતા આપતા મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ હતું કે, લોકડાઉન દરમિયાન કેટલાક અધિકારીઓ ગેરહાજર રહેતા હોવાથી કાર્યલયના કામકાજને અસર ન થાય તે માટે આ પરિપત્ર જાહેર કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details