ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે ભર્યું ઉમેદવારી પત્ર - આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ

રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસએ ટેકો આપતાં નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી કરવાનો નિર્ણય કર્યો હતો.

પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે ભર્યું ઉમેદવારી પત્ર
પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે ભર્યું ઉમેદવારી પત્ર

By

Published : Mar 11, 2020, 8:05 PM IST

આંધ્રપ્રદેશ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સાંસદ પરિમલ નથવાણી હવે આંધ્રપ્રદેશમાંથી રાજયસભાના સાંસદ બનશે. પરિમલ નથવાણી ઝારખંડમાંથી બે વખત સાંસદ બન્યા છે. જેમની મુદત હવે એપ્રિલમાં પુરી થાય છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ તથા રાજયસભાના સાંસદ પરિમલ નથવાણી ઝારખંડમાંથી બે વખત સાંસદ બન્યા છે. જેમની મુદત હવે એપ્રીલમાં પુરી થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ.જગનમોહન રેડ્ડીએ રાજયના કવોટાની આંધ્રપ્રદેશની બેઠક પરથ પરિમલ નથવાણીને ચૂંટાવી દેવાની ઓફર કરી હતી જેથી તેઓ ત્રીજી વકત રાજયસભામાં બેસશે.

પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભર્યા પછી નથવાણીએ જણાવ્યું હતું કે વાય.એસ. જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના યુવાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા મુખ્યપ્રધાન છે અને રાજ્યના લોકો દ્વારા તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વાય.એસ.આર. કોંગ્રેસે કુલ 175 બેઠકોમાંથી 151 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જે જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતા દર્શાવે છે. તેમના પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીના નિધન બાદ તેમણે ખૂબ જ મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ તમામ મુસીબતો અને અડચણોને પાર કરીને ગયા વર્ષે ચૂંટણીમાં જંગી વિજય મેળવીને મુખ્યપ્રધાન બન્યા. તેમણે ઉમેર્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશના લોકોની સેવા માટે પ્રતિબધ્ધ છે.

નથવાણી આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાંતિપૂર્ણ રીતે જમીન સંપાદનની કામગીરી કરવા ઉપરાંત નથવાણીએ ભારતના પશ્ચિમી ભાગના રાજ્યોમાં આર.આઇ.એલ. પેટ્રોલિયમ આઉટલેટ્સ, રિટેલ સ્ટોર્સ, ગેસ પરિવહનની પાઇપલાઇ અને જિયોના મોબાઇલ નેટવર્ક માટે માળખાકિય સુવિધાઓનું સર્જન કરવાના પ્રોજેક્ટનું સફળતાપૂર્વક અમલીકરણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details