સુપ્રિમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા જમીન વિવાદ મામલે ચુકાદો આપ્યો છે. જેનાથી રામ મંદિરના નિર્માણનું કાર્ય સરળ થયું છે. અયોધ્યામાં રામંદિર બનવવા માટેનું આંદોલન શરૂ કરનારા અને તેને આગળ ધપાવનારમાં પરમહંસથી લઈ વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંધલ અને BJP નેતા અડવાણીની મહત્વની ભૂમિકા હતી.
90ના દાયકામાં ભાજપાના રાષ્ટ્રીય રાજકારણની મુખ્યધારામાં રામજન્મભૂમિ આંદોલનનની પટકથા રામચંદ્રએ લખી હતી. જેનો પાયો અશોક સિંધલે નાખ્યો જેને રાજકીય ચહેરો બન્યાં લાલકૃષ્ણ આડવાણી.
મૂળ ઈન્જિનીયર અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ સિંધલે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવા માટે આ આંદોલનનો પાયો નાખ્યો હતો. આ પહેલા રામજન્મભૂમિ અંગે ન્યાસના પ્રમુખ સંત રામચંદ્ર પરમહંસ અને કેટલાંક હિન્દુ સમૂહ દ્વારા હિમાયત કરવામાં આવી હતી. વર્ષ 1934માં આ આંદોલનની શરૂઆત થઈ હતી. 1949માં વિવાદાસ્પદ રામજન્મભૂમિ પર ભગવાન રામની મૂર્તિની સ્થાપના પણ કરાઈ હતી. તે દરમિયાન 90 દાયકાના અંતમાં ભાજપના વરીષ્ઠ નેતા આડવાણી આ આંદોલનના રાજકીય ચહેરો બન્યા હતા.