મુંબઇ: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (એનએચઆરસી) મહારાષ્ટ્રના પાલઘરમાં મોબ લિંચિંગના મામલે રાજ્યના ડીજીપીને નોટિસ ફટકારી છે. એનએચઆરસીએ ગુનેગારો સામે કાર્યવાહી કરવા અને મૃત વ્યક્તિઓના પરિવારને 4 અઠવાડિયામાં આપવામાં આવતી સહાય અંગેનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. તેમજ આમામલે આયોગે કહ્યું કે, આ ઘટના જાહેરમાં લોકસેવકોની બેદરકારી બતાવે છે."
પાલઘર સાધુ હત્યા મામલોઃ NHRCએ DGPને નોટિસ ફટકારી - palghar sadhhu mob lynching news
પાલઘરમાં માનવતાને શરમાવે તેની ઘટના બની હતી. જે ઘટના સાધુની મારી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (એનએચઆરસી) મહારાષ્ટ્રના પાલઘરમાં મોબ લિંચિંગના મામલે રાજ્યના ડીજીપીને નોટિસ ફટકારી છે.
તમને જણાવી દઈએ કે, પાલઘરમાં ચોર હોવાની શંકાએ 16 એપ્રિલે બે સાધુ અને ડ્રાઈવરની ભીડ દ્વારા ભારે માર મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈના કાંદીવલીથી એક કારમાં સુરત જઈ રહ્યા તે દરમિયાન તેમની કારને પાલઘર જિલ્લાના ગુડચિંચાલે ગામમાં કારને રોકવામાં આવી હતી અને તેમાં સવાર બે સાધુ અને ડ્રાઈવરને ચોર હોવાની શંકામાં એક ભીડે તે લોકોને ભારે માર માર્યો હતો. ભીડમાં રહેલા લોકોએ તેમને દંડા વડા મારી મારીને આખરે મોતને ઘાટ ઉતાર્યા હતાં.
નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે મંગળવારે કહ્યું હતું કે, આ મામલે સીઆઈડી તપાસ કરી છે. તેમજ 100 કરતા વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના માનવજાત માટે શર્મસાર ઘટના છે. જો કે, આ ઘટનાની સમગ્ર દેશમાં નિંદા પણ થઈ રહી છે, પરંતુ આવી ઘટના માત્ર નિંદા કે આલોચનાથી બંધ થશે?