ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય રાજદૂતની ઈફ્તાર પાર્ટીમાં મહેમાનો સાથે પાક એજન્સીઓએ કરી ગેરવર્તણૂક - Indian High Commissioner

ઈસ્લામાબાદઃ રમઝાનના પાક મહિનામાં પાકિસ્તાનની નાપાક હરકત ફરીથી સામે આવી છે. હકીકતમાં અહીં ભારતીય હાઈ કમિશ્નરે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ પાર્ટીમાં આવેલા મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓ ગેરવર્તન કરી તેમને ડરાવ્યા ધમકાવ્યા હતા.

ઇસ્લામાબાદ

By

Published : Jun 2, 2019, 11:51 AM IST

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની એજન્સીઓએ પાર્ટીમાં આમંત્રિત મહેમાનોને અજાણ્યા નંબરો પરથી ફોન કર્યા અને ભારત દ્વારા આયોજીત ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવા બદલ તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી.

સૌજન્યઃ ANI ટ્વીટર
સૌજન્યઃ ANI ટ્વીટર

આના પર ટિપ્પણી કરતા, પાકિસ્તાનના ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું હતું કે પાછા ફર્યા હતા તે તમામ મહેમાનોને અમે દિલગીર છીએ. પાક એજન્સીઓની આ પ્રકારની હિલચાલ નિરાશાજનક છે. તેમણે વધુમાં કહ્યુ કે, પાકિસ્તાની અધિકારીઓએ માત્ર કૂટનીતિક નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી, પરંતુ મહેમાનો સાથે પણ અયોગ્ય વર્તન કર્યું છે. જે વાતની બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર કરશે.

સૌજન્યઃ ANI ટ્વીટર

આ પ્રથમ વખત નથી કે, પાકિસ્તાની એજન્સીઓએ આવું કૃત્ય કર્યુ હોય આ પહેલા, પણ પાકિસ્તાને 2018ના ડિસેમ્બર મહિનામાં રાજનેતાઓના ઘરોના લાઈટ્સ કનેક્શનને કાપી નાખ્યા હતા જેથી તેઓ હેરાન થઈ શકે. આમ પણ પહેલાથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખૂબ જ તણાવપૂર્ણ રહેલા છે.

સૌજન્યઃ ANI ટ્વીટર

ABOUT THE AUTHOR

...view details