ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ નહીં જીતી શકે, તે માટે મિથ્યા યુદ્ધ કરી રહ્યું છેઃ રાજનાથ સિંહ

પુણેઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન ખોટું યુદ્ધ કરી રહ્યું છે. કારણ કે, તેને અહેસાસ થઇ ચૂક્યો છે કે તે પરંપરાગત યુદ્ધ જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે, પાકિસ્તાને જો ખોટું યુદ્ધનો રસ્તો અપનાવ્યો છે, તો એક દિવસ તેની હારનું કારણ બની શકે છે.

પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ નહીં જીતી શકે
પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ નહીં જીતી શકે

By

Published : Nov 30, 2019, 12:23 PM IST

સિંહ પુણેમાં રાષ્ટ્રીય રક્ષા અકાદમીના 137માં કોર્સની પાસિંગ આઉટ પરેડમાં બેલી રહ્યા હતા.

રક્ષાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાને 1948થી લઇને 1965, 1971 અને 1999થી એ અહેસાસ થઇ ગયો હતો કે, તે કોઇ પણ પરંપરાગત અથવા સીમિત યુદ્ધમાં ભારત વિરૂદ્ધ જીતી શકે તેટલા સક્ષમ નથી.

તેમણે કહ્યું કે, 'તેમને આતંકવાદના માધ્યમથી યુદ્ધનો રસ્તો અપનાવ્યો અને હું પુરી જવાબદારીની સાથે તમને કહી શકું છું કે, પાકિસ્તાનને હારવા સિવાય કંઇ મળી શકે તેમ નથી.'

રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના અન્ય દેશોની સાથે હંમેશા શિષ્ટ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારતને પોતાના ક્ષેત્રી અતિરિક્ત કોઇ મહત્વકાંક્ષા રહી નથી પરંતુ જો તેને ઉશ્કેરવામાં આવ્યું તો તે કોઇ પણને છોડશે નહીં.

તેમણે કહ્યું કે, 'અમે દેશની સંપ્રભુતા અને લોકોની સુરક્ષાને લઇને પ્રતિબદ્ધ છીએ. પરંતુ જો કોઇ અમારી ધરતી પર આતંકવાદ ચલાવે અથવા કોઇ હુમલા કરે તો અમે જાણીએ છીએ કે તેમને કઇ રીતે જડબાતોડ જવાબ આપવો.'

ABOUT THE AUTHOR

...view details