પાકિસ્તાન સેનાએ સોમવારે ફરી એકવાર યુદ્વવિરામનું ઉલ્લંઘન કરી પુંછ જિલ્લાના લાઈન ઑફ કંટ્રોલ પાસેના બે સેક્ટરોમાં મોર્ટારથી ગોળીબાર કર્યો હતો.
બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન સેનાએ કર્યો ગોળીબાર - ceasefire
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પાસે બાલાકોટ સેક્ટરના મેંઢરમાં પાકિસ્તાને મંગળવારે યુદ્વવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું.
બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન સેનાએ કર્યો ગોળીબાર
પાકિસ્તાનના વારંવારના સીઝફાયર સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનના ચાર લોન્ચ પેડ નષ્ટ કર્યા હતાં. જેમાં પાકિસ્તાનના 6 થી 10 સૈનિકો અને 5 થી 10 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે.
ભારતના આ જવાબથી બોખલાયેલા પાકિસ્તાને સીમા પારથી સતત ગોળીબાર ચાલુ રાખ્યો હતો. પાકિસ્તાને આજે પણ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પાસે બાલાકોટ સેક્ટરના મેંઢરમાં યુદ્વવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું.