જણાવી દઈએ કે, કેંન્દ્ર સરકારે 6 ઓગસ્ટે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરી છે. ભારતના આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. ભૂતકાળમાં પણ પાકિસ્તાને ભારતીય દૂતને પરેશાન કર્યા છે. ભારતીય હાઇ કમિશન દ્વારા જૂન મહિનામાં ઇસ્લામાબાદમાં ઇફ્તારીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ મહેમાનો સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં, મહેમાનોને ઇફ્તારમાં જવા પર ધમકીઓ પણ આપવામાં આવી હતી.
નફ્ફટ પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતીય દૂતને દેશમાંથી હાંકી કાઢ્યા - suspends trade with india
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી, પાકિસ્તાને ભારતીય દૂત અજય બિસારિયાને પાકિસ્તાનમાંથી હાંકી કા્ઢ્યા છે અને ભારત સાથેનો વેપાર સમાપ્ત કર્યો છે. પાકિસ્તાને ભારતમાંથી પણ પાકિસ્તાની દુત મોઈન-ઉલ-હકને પાછા બોલાવી લીધા છે.
pakistan-expels-indian-envoy-and-suspends-trade-with-india
નોંધપાત્ર એ છે કે, ભારત સરકારના 370 ના નિર્ણય પછી, પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતે દૂતાવાસની આસપાસ વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવાની માગ કરી હતી. જણાવી દઈએ કે, ઘણી સંસ્થાઓએ ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.