જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં શુક્રવારે યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન સતત છેલ્લા 4 દિવસથી યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. શુક્રવારે યુદ્ધવિરામનો ભંગ કરવાનો 5મો દિવસ છે.
પાકિસ્તાનની આડોડાઈ: સતત પાંચમા દિવસે કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન - રાજૌરી
જમ્મુ-કાશ્મીરમાં પૂંછ અને રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને સતત પાંચમા દિવસે પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું હતું. પાકિસ્તાન સતત મોર્ટારના શેલ ફાયરિંગ કરી રહ્યું છે.
યુદ્ધવિરામનું ઉલ્લંઘન
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સતત મોર્ટારના શેલ ફાયરિંગ કરી રહ્યું છે. કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે પણ પાક પોતાના નાપાક ઈરાદા જાહેર કરી રહ્યું છે.