નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોરોના વાયરસ સામે લડવા સામાન્ય રણનીતિ તૈયાર કરવા માટે આજે સાર્કના સભ્ય દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાનના સ્વાસ્થ્ય વિશેષ સહાયક ડૉ. ઝફર મિર્ઝા રવિવારે સાર્કના સભ્ય દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત ઝડપથી ફેલાતા કોરોના વાયરસ રોગચાળાને નાથવા સંયુક્ત વ્યૂહરચના બનાવવામાં આવી હતી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેની વિડિઓ કોન્ફરન્સની વિશેષતા: -
- આ રોગચાળાને કારણે આપણી અર્થવ્યવસ્થાને ભારે આંચકો લાગ્યો છે.
- ખાસ કરીને ગયા વર્ષે થયેલા આતંકવાદી હુમલાથી, જ્યાંથી આપણે ઉભરી રહ્યા છીએ ત્યારથી ઘણું દુઃખ થયું છે.
- હું સાર્ક દેશોને સલાહ આપું છું કે, આપણે આપણા અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે મિકેનિઝમ ઉંભુ કરીએ
- હું PM નરેન્દ્ર મોદીને તેમના અનુભવો, વિચારો, પડકારો સમજવા અને ઉપાયોની ચર્ચા કરવા માટે આભાર માનું છું.
માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની વિડિઓ કોન્ફરન્સના મુખ્ય મુદ્દા: -
- કોરોના વાયરસના વધતા જતા ખતરોનો સામનો કરવા માટે હું PM મોદીનો આભાર માનું છું.
- દરેક દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે.
- માલદીવને ભારત તરફથી હમેશા સહાય મળી છે.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની વીડિયો કોન્ફરન્સની વિશેષતા: -
- ભારત સાર્ક અને શાંઘાઈ બંને સહયોગનો મહત્વપૂર્ણ ભાગ છે.
- સાર્ક અને શાંઘાઈ સહયોગ વચ્ચે સંકલન કરીને ભારત દરેકને કોરોના સામે લડવામાં મદદ કરી શકે છે.
- ચીનનો અનુભવ આપણી પરિસ્થિતિ માટે ખૂબ અનુકૂળ છે અને અમે તેમના અનુભવથી કેવી રીતે શીખી શકીએ, આ ભારત અમને કહી શકે છે.
- આપણે કોરોના સામે લડવા માટે એક સામાન્ય માળખું તૈયાર કરવું જોઈએ.
- સરહદો બંધ થવાને કારણે ખાદ્યપદાર્થો, દવાઓ અને મૂળ સામાનની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સમસ્યા ઊંભી થશે.
- ચીન, અમેરિકા, ઈરાન વગેરે દેશોની કોઈપણ ચીજો આપણા માટે યોગ્ય નથી.
વડા પ્રધાન મોદીની વિડિઓ કોન્ફરન્સના મુદ્દા મુજબના મુખ્ય મુદ્દાઓ વાંચો: -
- અમે વિદેશથી 1400 ભારતીયોને પરત લાવ્યા છીએ.
- અમારા પાડોશી દેશોના કેટલાક નાગરિકોને પણ મદદ કરી.
- કોરોના વાયરસથી બચવાની જરૂર છે.
- ભારતમાં કોરોના પર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને કારણે આરોગ્ય કટોકટી જાહેર કરાઈ હતી.
- સાર્ક દેશોએ હાલ સાવધ રહેવાની જરૂર છે.
- કોઈને પણ કોરોના વાયરસ સામે ડરવાની જરૂર નથી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલી, ભૂતાનના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન શામેલ હશે. આ સમયે, પાકિસ્તાનથી વડાપ્રધાન ઇમરાન ખાનના સહાયક ડૉ ઝફર મિર્ઝા વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.