ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની જામા મસ્જિદમાં પહોચેલા પાક. વિદેશ સચિવને જોઈ સૌ કોઈ અચરજમાં મુકાયા - eid

ન્યૂઝ ડેસ્ક: આજે ઈદ છે. સમગ્ર દેશમાં તમામ લોકો ખુશી સાથે આ તહેવાર ઉજવી રહ્યા છે. લોકો મસ્જિદમાં જઈ નમાઝ અદા કરી રહ્યા છે.દિલ્હીની જામા મસ્જિદમાં તો ભીડ હોય જ છે.આ ભીડમાં એક એવો વ્યક્તિ જોવા મળ્યો જેને જોઈ સૌ કોઈ અચરજમાં મુકાય ગયા હતાં.આ હતા પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદ.

file

By

Published : Jun 6, 2019, 12:23 PM IST

હકીકતમાં જોઈએ તો પાક વિદેશ સચિવને જોઈ કોઈનેય પણ વિશ્વાસ નહોતો આવતો કે, તેઓ ઈદ મનાવા માટે ભારત કેમ આવ્યા ?

સોહેલ મહમૂદે દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા તમામ લોકોને ઈદની શુભકામના આપી હતી. તેમની સાથે પાકિસ્તાનમાં ભારતના કાર્યવાહક ઉચ્ચાયુક્ત સૈયદ હૈદર પણ હાજર રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details